દામનગરથી નજીક ભાવનગર અને બોટાદ એમ બે જિલ્લાની હદ શરૂ થાય છે. આ બે જિલ્લાના તાલુકા મથકના અહીંથી નજીકના ગામનાં લોકો જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા દામનગર આવતાં હોય છે. બોટાદ જિલ્લાના રાજકોટ-ભાવનગર હાઈવે પરના ઢસા ગામ અને લાઠીથી અલગ-અલગ વિભાગની બસો પસાર થાય છે તે પૈકીની લાંબા અંતરની બસો દામનગર થઈને ચલાવવા માટે ધારાસભ્ય, સાંસદ, અને કહેવાતા શાસક પક્ષના આગેવાનો અને એસ.ટી.ના જીલ્લા મુખ્ય અધિકારીઓએ પોતાની ઓફિસમાંથી બહાર દામનગર આવી માગણી પ્રત્યે ધ્યાન આપે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે. તંત્ર લાંબા અંતરની બસો ફાળવે તેવી મુસાફરોની માંગ છે. આ બાબતે ખાસ તો સ્થાનિક ધારાસભ્ય એસ.ટી. ના અધિકારીઓ સાથે ચર્ચા કરીને દામનગર પંથકના લોકોની માગણી પૂરી કરે તે ઇચ્છનીય છે.































