અભિનેતા મનોજ બાજપેયીએ તેમની છબી, અવાજ અને ઓળખના ઉપયોગ અંગે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ૫૭ વર્ષીય અભિનેતાએ કોર્ટમાં તેમના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે અરજી દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના જેવા દેખાતા લોકોનો ઉપયોગ ઉત્પાદનોના પ્રચાર માટે થઈ રહ્યો છે. તેમના અવાજ અને વ્યÂક્તત્વના પાસાઓ એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરીને ફરીથી બનાવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ્‌સ અનુસાર, આ કેસ થોડા સમય માટે ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરવ સમક્ષ આવ્યો હતો, જેમાં બાજપેયી તરફથી વરિષ્ઠ વકીલ સ્વાતિ સુકુમાર હાજર રહ્યા હતા. કોર્ટમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓમાંથી એક એચ૨પીજી ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડનો હતો. બાજપેયીનો આરોપ હતો કે કંપની તેમના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને એવું દેખાડી રહી હતી કે તેઓ કંપની દ્વારા બનાવેલા સુટ પહેરેલા છે. બીજા આરોપી અભિનેતાનો અવાજ બનાવવા માટે કથિત રીતે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યો હતો.સુનાવણી દરમિયાન, અધિકારક્ષેત્રનો પ્રશ્ન પણ ઉભો થયો. ન્યાયાધીશ કૌરવે પૂછ્યું કે બાજપેયી મુખ્યત્વે મુંબઈમાં રહેતા હોય ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં કેમ આવ્યા. સુકુમારે સમજાવ્યું કે કેટલાક આરોપીઓ દિલ્હીમાં છે, તેથી કોર્ટને કેસની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર છે.