ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ (રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, વર્ષ ૨૦૨૪ માટે)નું આયોજન આ વખતે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનને બદલે ગુજરાતના નર્મદા જિલ્લા સ્થિત એકતા નગર (કેવડિયા)માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરાઈ રહ્યા છે. આ દરમિયાન ચંદુ ચેમ્પિયન માટે કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટર અને આર્ટિકલ ૩૭૦ ફિલ્મ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ તેમજ દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
આ વર્ષનો રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ બોલિવૂડ કલાકારો કાર્તિક આર્યન અને યામી ગૌતમ માટે ખાસ રહ્યો છે.કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં કરેલા શાનદાર અભિનય માટે તેમને કારકિર્દીનો પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે.જયારે યામી ગૌતમને ફિલ્મ આર્ટિકલ ૩૭૦ માં તેમની શક્તિશાળી એક્ટિંગ માટે પ્રથમવાર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર મમ્મુટીને પણ તેમની શ્રેષ્ઠ ભૂમિકા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે. દિગ્ગજ અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના અતુટ અને અદ્ભુત યોગદાન બદલ વર્ષ ૨૦૨૪ના સર્વોચ્ચ ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે. દાયકાઓ લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવીને સિનેપ્રેમીઓના દિલ જીત્યા છે.આ વખતે હિન્દી ફિલ્મ ‘આર્ટિકલ ૩૭૦’ને ‘બેસ્ટ ફિચર ફિલ્મ’ તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે સંગીતકાર શાશ્વત સચદેવને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મો ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ અને ‘કાલ્કી ૨૮૯૮ છડ્ઢ’ એ પણ બે-બે એવોર્ડ પોતાના નામે કર્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ ઉપરાંત બેસ્ટ ફિલ્મઃ શ્રીકાંત,બેસ્ટ ડાયરેક્શન – આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક),બેસ્ટ ફીચર ફિલ્મ – આર્ટિકલ ૩૭૦,સ્પેશિયલ મેન્શન – ચોલા ડોરા અને સુઈ (હિન્દી), ભદ્ર કાલી નાટકમ (મલયાલમ),બેસ્ટ શોર્ટ ફિલ્મ – હમસફર (મરાઠી),બેસ્ટ રીજનલ ફિલ્મ (શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ),બેસ્ટ ગુજરાતી ફિલ્મ – મારણ (ધ હન્ટ),બેસ્ટ તેલુગુ ફિલ્મ – કમિટી કુલ્લુ,બેસ્ટ તમિલ ફિલ્મ – રાયન,બેસ્ટ મરાઠી ફિલ્મ – મુક્કામ પોસ્ટ બોમ્બીલવાડી,બેસ્ટ ઓડિયા ફિલ્મ – લહરી,બેસ્ટ મલયાલમ ફિલ્મ – ફેમિનિચી ફાતિમા,બેસ્ટ કન્નડ ફિલ્મ – મિથિયા,બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ – શ્રીકાંત,બેસ્ટ ગઢવાલી ફિલ્મ – ઢોલી,બેસ્ટ બંગાળી ફિલ્મ – ચલચિત્ર એખોન,બેસ્ટ આસામી ફિલ્મ – જુઈફૂલ,બેસ્ટ મણિપુરી ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યા છે
જયારે સુનિતા,સ્ટન્ટ કોરિયોગ્રાફી,બેસ્ટ કોરિયોગ્રાફી – સ્ત્રી ૨ (આજ કી રાત) વિજય ગાંગુલી,બેસ્ટ લિરિક્સ – જાને દો (મનોજ મુન્તશીર),બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન – શાશ્વત સચદેવ (આર્ટિકલ ૩૭૦),બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર,બેસ્ટ મેકઅપ – પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ),બેસ્ટ કોસ્ટ્યુમ – પુષ્પા ૨ (દીપાલી નૂર),બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – કલ્કિ ૨૮૯૮ છડ્ઢ (નિતિન ચૌધરી),બેસ્ટ એડિટિંગ – માનવીર જસરોઇતિયા,બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – ૂલ ભુલૈયા ૩ને એવોર્ડ મળ્યા છે જયારે બેસ્ટ સ્ક્રીનપ્લે બેસ્ટ ડાયલોગ રાઇટર – લકી ભાસ્કર (વેંકી),બેસ્ટ સિનેમેટોગ્રાફી – એડમોડ (લાઇફ ઇન લૂમ),બેસ્ટ ફીમેલ પ્લેબેક – વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ),બેસ્ટ મેલ પ્લેબેક,બેસ્ટ સપો‹ટગ એક્ટર – સંજય મિશ્રા,બેસ્ટ ડોક્યુંમેન્ટરી – રામ-નામી (હિન્દી),બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ – મૈં નિદા (હિન્દી),બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ – કાકોરી (હિન્દી),બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર – રવિ રાજ મુર્મુ,બેસ્ટ નોન ફીચર ફિલ્મ – ભંગાર (મરાઠી-ઇંગ્લિશ) ને એવોર્ડ આપવામાં આવ્યા છે.
એવોર્ડ સમારંભમાં બોલતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે એકતા નગરમાં પહેલીવાર નેશનલ એવોર્ડ સમારોહનું આયોજન થયું તે ગર્વની વાત છે.તેમણે કહ્યું કે સિનેમા ફકત મનોરંજન નથી,પરંતુ સમાજનું પ્રતિબંબ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની દુનિયાભરમાં ઓળખ બની છે જયારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હંમેશા રાષ્ટ્ર પ્રથમ હોવું જાઇએ.તેમણે કહ્યું કે હું તમને વિનંતી કરવા માંગુ છું કે આપણે વેબ્સની શરૂઆત કરી નવી પ્રતિભાઓની ઓખવા માટે એવી પ્રતિભા જેમને તક મળતી ન હતી યુવા પ્રતિભાને ઓળખવા માટે પ્રસૂન જાશી ટીમની રચના કરીશું જે લાકો હિસ્સો નથી તે પણ તેમાં સમર્થન આપી શકે છે. જે પ્રતિભાની પાસે અવસર નથી તેને પણ એક મોટો મંચ મળશે તેમણે વધુમાં જણાવ્યું
આભાર – નિહારીકા રવિયા હતું કે વેબ્સ હવે ઓકટોબર ૨૦૨૭માં કરીશું વૈષ્ણવે જયારે પ્રતિભાઓની શોધ માટે સહયોગની વાત કરી તે આદિત્ય ધર,કાર્તિક આર્યન સહિત અનેક કલાકારોએ હાથ ઉઠાવ્યા હતાં
યામી ગોતમે એવોર્ડ બાબતે કહ્યું કે આ ખુબ મોટી સન્માનની વાત છે દર્શકોનો પ્રેમ છે હું બતાવી શકતી નથી કે હું કેટલાક ખુશ છું.આર્ટિક ૩૭૦ જેવી ફિલ્મને એટલો પ્રેમ મળ્યા છે.અનેક વાર ખુબ વર્ષાેની મહેનત નજરે આવે છે આ એજ ફિલ્મ છે આ દરમિયાન આદિત્યે ધુરંધર પર વધુ વાત કરવાનો ઇન્કાર કર્યાે તેમણે આશા વ્યકત કરી કે આગામી વર્ષ નેશનલ એવોર્ડ સમારોહમાં તે ફિલ્મ ધુરંધર પર વાત કરી શકશે.એ યાદ રહે કે આર્ટિકલ ૩૭૦ના પ્રોડયુસર છે
પ્રસૂન જાશીએ એકતનગરમાં સમારોહના આયોજનને એક શાનદાર પહેલ ગણાવી તેમણે કહ્યું કે આ એવોર્ડ હવે લોકોની વચ્ચે આવી ગયા છે.જે લોકો કટાયેલા અનુભવતા હતં આ એવોર્ડથી તેમને પ્રોત્સાહન મળશે હું પ્રસાર ભારતી તરફથી તમામનો આભાર માનુ છું મમૂટી સમારોહના રેડ કાર્પેટ પર કહ્યું કે હું ખુબ કિશ્મત છું કે આ મારો ચોથો એવોર્ડ છે આ એક લાંબી યાત્રા રહી છે જેમાં તમામ લોકોએ મને ટેકો આપ્યા છે.જે લોકો મને પ્રેમ કરી છે મને ખુશી છે કે હું તેમને એટરટેન કરી રહ્યાં છું આ સમારંભમાં અનેક ફિલ્મી હસ્તીઓએ ભાગ લીધો હતો
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તા નગર (કેવડિયા)માં બોલીવુડ હસ્તીઓનો જમાવડો થયો હતો કાર્તિક આર્યને સોશિયલ મીડિયામાં પોતાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો વીડિયો અને ફોટા શેર કર્યા છે જે ખુબ વાયરલ થયા છે. કાર્તિક આર્યન જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચ્યો અને ત્યારબાદ હોટલમાં આગમન થયું ત્યારે તેનું ઢોલ નગારા, માળા, આરતી અને તિલક લગાવીને સ્વાગત કરાયું હતું. તેણે દહીં અને થપલાનો સ્વાદ માણ્યો હતો એક વીડિયોમાં અભિનેતા સાથે લોકો પોતાના ફોટા લેતા પણ જોવા મળ્યા.















































