રાજકોટ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મદ્રેસા એ મિસકિન્યાહ ખાતે ગુનાખોરી અને છેતરપિંડી સામે જાગૃતિ લાવવા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પીએસઆઇ જી.જે. ઝાલાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, આર્થિક છેતરપિંડી તથા નશાના દુષણથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને જાગૃત નાગરિક તરીકે સમાજમાં ગુનાખોરી અટકાવવામાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.