અમરેલી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ધર્મેશ વિસાવળિયા, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કોરાટ, મહામંત્રી તરીકે રિતેશભાઈ સોની, મંત્રી તરીકે સુરેશભાઈ દેસાઈ અને ખજાનચી તરીકે ઘનશામભાઈ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની વરણી પ્રસંગે ગુજરાત પ્રમુખ હંસરાજભાઈ ગજેરા સહિત દિનેશભાઈ ડાંગરિયા, મગનભાઈ ભીમાણી, વસંતભાઈ મોવલિયા, દિવ્યેશ વેકરિયા, અરુણભાઈ ડેર, હિરેનભાઈ હિરપરા,
દીપકભાઈ વઘાસિયા, દીપકભાઈ ધાનાણી અને સંજયભાઈ માલવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હોદ્દેદારો દ્વારા અમરેલી જિલ્લાના લઘુ ઉદ્યોગોના પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂ કરી ઉદ્યોગોના વિકાસ માટે કામગીરી કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.









































