વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે, એઈમ્સ હોસ્પિટલના સહયોગથી અમરેલીની અનુકંપા ફાઉન્ડેશન દ્વારા પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક કાર્ડિયાક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. ડા. ભરત કાનાબારના જણાવ્યા મુજબ, પોલીસ જવાનોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે યોજાનાર આ કેમ્પ આગામી ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના ટ્રેનિંગ સેન્ટર હોલમાં યોજાશે. કેમ્પમાં એઈમ્સના હૃદયરોગ નિષ્ણાંત ડા. પલ્લવીબેન મહાજન અને ફિઝિશિયન ડા. કેયુરભાઈ કોટડીયા સેવા આપશે, જેમાં કાર્ડિયાક તપાસ ઉપરાંત CBC, બ્લડ સુગર, લિપિડ પ્રોફાઈલ અને ઈઝ્રય્ ટેસ્ટ વિનામૂલ્યે કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અધ્યક્ષસ્થાને તેમજ અગ્રણીઓ પી.પી. સોજીત્રા અને શૈલેષભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહેશે. અનુકંપા ફાઉન્ડેશન અને એઈમ્સની ટીમ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે.









































