અમરેલીના ચિત્તલ ગામે બે સ્થળેથી ૪૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળ્યો હતો. પોલીસે બંને સ્થળેથી મળી કુલ રૂ. ૧૧,૯૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, પોલીસે ૧૦ સ્થળેથી પાસ-પરમિટ વગર કેફી પીણું પીને ફરતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સમગ્ર જિલ્લામાં સાત સ્થળેથી ૩૭ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો.


































