અમરેલી જિલ્લામાં બીમારીથી કંટાળી બે લોકોએ આપઘાત કર્યો હતો. સાવરકુંડલાના પીઠવડી ગામે રહેતા ઘુઘાભાઇ નાજાભાઇ રાઠોડ (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની રેખાબેન ઘુઘાભાઇ રાઠોડ (ઉ.વ.૪૦)ને હૃદયના વાલ્વ તથા મગજની બીમારી હતી. આ બીમારીથી કંટાળી જઈ તેમણે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એન.વી. શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.બીજા બનાવમાં બગસરામાં રહેતા જગદિશભાઇ વલ્લભભાઇ પાનસુરીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા વલ્લભભાઇ ખીમાભાઇ પાનસુરીયા (ઉ.વ.૭૦)ને છેલ્લા ઘણા વર્ષોથી પ્રોસ્ટેટની બીમારી હતી. આ બીમારીથી કંટાળી તેમણે પોતાની મેળે ઝેરી દવા પી લેતા, સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.