નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આઇઆરસીટીસી મની લોન્ડરિંગ કેસમાં વડા લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી, સરલા ગુપ્તા, લારા પ્રોજેક્ટ્‌સ અને સુજાતા હોટેલ સહિત ૯ આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે પીસી ગુપ્તા, વિજય કોચર અને વિનય કોચર સામે આરોપો ઘડવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી માટે ૩ ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. આ જ કેસમાં સાત અન્ય વ્યક્તિઓને પણ નિર્દોષ જાહેર કર્યા હતા.કોર્ટે એમ પણ કહ્યું હતું કે પટણામાં ટ્રાન્સફર કરાયેલી જમીન ગુનાહિત રીતે હસ્તગત કરેલી મિલકત હતી. કોર્ટે આરોપીઓને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી અને અન્ય આરોપીઓ સામે ટ્રાયલ ચાલુ રહેશે. કોર્ટે આગામી સુનાવણી ૩ ઓક્ટોબર માટે નક્કી કરી છે.
આરોપો ઘડતી વખતે, કોર્ટે કહ્યું હતું કે લારા પ્રોજેક્ટને જે રીતે ફાયદો થયો તે લાલુ યાદવની ભૂમિકા પર શંકા કરે છે. કોર્ટે કહ્યું હતું કે રેલવે અધિકારીઓએ લાલુ પ્રસાદના ઇશારે રાંચી અને પુણેમાં લીઝ માટેના ટેન્ડરમાં છેડછાડ કરી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગતું નથી કે લાલુ યાદવ સામેની તપાસ રાજકીય રીતે પ્રભાવિત હતી. કોર્ટના મતે, કેસમાં જાહેર થયેલા વ્યવહારોના તથ્યો અને સંજાગો વધુ ટ્રાયલની જરૂર છે.
રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ગૌરવ ગુપ્તા, નાથમલ કાકરાનિયા, રાહુલ યાદવ, વિજય ત્રિપાઠી, દેવકી નંદન તુલસ્યાન, રાજીવ કુમાર રેલન અને મેસર્સ અભિષેક ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટે એમ પણ કહ્યું કે પટણામાં ટ્રાન્સફર કરાયેલી જમીન ગુનાહિત રીતે હસ્તગત કરેલી મિલકત હતી. કોર્ટે આરોપીઓને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો. લાલુ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી અને અન્ય આરોપીઓ સામે ટ્રાયલ ચાલુ રહેશે. કોર્ટે આગામી સુનાવણી ૩ ઓક્ટોબર માટે નક્કી કરી છે.ગયા વર્ષે ૧૩ ઓક્ટોબરે કોર્ટે લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી પ્રસાદ યાદવ અને ૧૧ અન્ય લોકો સામે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા. આ કેસ લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા તે સમયનો છે જ્યારે બે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન હોટલ માટે ખાનગી પેઢીને ઓપરેશનલ કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ગેરરીતિઓ થઈ હતી. અગાઉ, દેવઘર ઘાસચારા કૌભાંડ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવના જામીન રદ કરવાનો ઇનકાર કર્યો હતો.