ઉના તાલુકાના ભડિયાદર ગામમાં બાપા સીતારામ ચોકમાં આવેલા રાજુભાઈ વાળાના મહેક પાન સેન્ટર ખાતે અભેસિંગ સતુભાઈ ગોહિલ બેઠા હતા ત્યારે કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં અભેસિંગના હાથના કાંડા પાસે ગંભીર ઈજા પહોંચી હતી. પ્રાથમિક તબીબી તપાસ દરમિયાન કાંડાની નસ કપાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલામાં સામેલ કેટલાક શખ્સોના હાથમાં છરી હતી. હુમલા દરમિયાન એક આરોપીના હાથમાંથી છરી છૂટી જતાં તે ઘટનાસ્થળે પડી ગઈ હતી. પોલીસે આ છરી કબજે કરી છે. સાથે ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ અને તેમની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.








































