રાજુલાની મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું.બનાવ અંગે કાર્તિકભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ. ૪૦)એ પોલીસને આપેલી વિગત મુજબ, અજયભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ. ૪૦) પોતાની હોમગાર્ડની ચાલુ ફરજ પર હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આથી તેમને તાત્કાલિક સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.