(૧) જી.એચ.બી.-૫૫૮ઃ કુતુલ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી, મધ્યમ મોડી પાકતી, દાણાની આકર્ષક રંગ તથા આકાર ધરાવતી આ જાત સમગ્ર દેશમાં ચોમાસુ અને ઉનાળુ એમ બંન્ને ઋતુમાં વાવણી માટે ભલામણ કરેલ છે. આ જાત દાણા અને સૂકાચારાનું વધુ ઉત્પાદન આપે છે. ડુંડા જાડા અને આર્કષક દેખાવવાળા હોય છે. આ જાતનું દાણા અને ઘાસચારાનું મહત્તમ ઉત્પાદન અનુક્રમે ૪૬૩૮ કિ.ગ્રા./હે. અને ૯૯૫૦ કિ.ગ્રા./હે. મળેલ છે. આ જાત એમ.એચ. ૧૭૯ જાત કરતાં દાણા અને ઘાસચારાનું અનુક્રમે ૧૭% અને ૮% વધુ ઉત્પાદન આપે છે.
(૨) ગુજરાત હાયબ્રીડ બાજરા-૫૭૭:- કૃતલ રોગ સામે પ્રતિકારક શકિત ધરાવતી, મધ્યમ વહેલી પાકતી, ડૂંડા લાંબા અને આકર્ષક દેખાવ વાળા તથા દાણા મોટા કદના ધરાવે છે. દાણા અને સુકા ચારાનું વધુ ઉત્પાદન આપતી આ જાતને સમગ્ર ગુજરાત ઉપરાંત અખિલ ભારતીય ધોરણે મધ્ય અને ઉત્તર ભારતના રાજયો (રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી વિ.)માં પણ ખરીફ ઋતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ગુજરાત રાજયમાં જુદા જુદા ૧૭ કેન્દ્રો પર ખરીફ ઋતુમાં સને ૧૯૯૯ થી ૨૦૦૨ સુધી ચકાસણી કરતાં, આ જાતે કન્ટ્રોલ જાતો જી.એચ.બી. ૨૩૫, એમ.એચ.-૧૬૯, આઈ.સી.એમ.એચ.-૩૫૬ અને પી.બી.-૧૦૬ (પ્રાઈવેટ જાત) કરતાં અનુક્રમે ૨૩, ૩૫, ૩૮ અને ૧૯ ટકા દાણાનું ઉત્પાદન વધુ આપેલ છે. દુષ્કાળની પરિસ્થિતિમાં તેમજ ઓછા વરસાદ વાળા વિસ્તાર માટે ખાસ અનુકૂળતા ધરાવે છે.
(૩) જી.એચ.બી.પ૩૮ઃ સૂકા તથા પાણીની અછતવાળા વિસ્તારો માટે ભલામણ કરેલ છે. આ જાત વહેલી (૭૦-૭૫ દિવસે) પાકતી, પાણીની અછતની પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી, કુતુલ રોગ સામે તથા સાંઠાની માખી અને ગાભિમારાની ઈયળ સામે પ્રતિકારકશક્તિ ધરાવતી, ઢળી ન પડવાની ક્ષમતા ધરાવે છે. આ જાત પુસા-૧ર૩ કરતાં દાણાનું ર૭.૧% અને સૂકાચારાનું ૧ર.૫% વધુ ઉત્પાદન આપે છે. આ જાતનું દાણા અને ઘાસચારાનું મહત્તમ ઉત્પાદન અનુક્રમે ૨૭૮૬ કિ.ગ્રા./હે. અને ૫૩૩૯ કિ.ગ્રા./હે. મળેલ છે. (૪) જીએચબી ૧૧૨૯ (જામ શક્તિ)ઃ મધ્યમ વહેલી (૭૮ થી ૮૨ દિવસે) પાકતી, કુતુલ અને બ્લાસ્ટ રોગ તેમજ અગત્યની જીવાતો સામે પ્રતિકારક શક્તિ ધરાવતી આ જાત ૨૦૧૯થી વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ખરીફ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૨૮૫૦ થી ૩૦૫૦ કિ.ગ્રા. અને સુકાચારાનું ૬૧૦૦ થી ૬૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
(૬) જીએચબી ૧૨૨૫ (મોતી શક્તિ): બાજરાના મુખ્ય રોગો સામે ઉપરાંત અગત્યની જીવાતો સામે પ્રતિકારકશક્તિ ધરાવતી, મોડી અવધિમાં પાકતી (૮૧ થી ૮૫ દિવસે) અને દાણા અને સૂકાચારાનું વધુ ઉત્પાદન આપતી આ જાત ૨૦૧૯થી વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ
છે. આ જાત હેકટરે દાણાનું સરેરાશ ૨૯૦૦ થી ૩૧૦૦ કિ.ગ્રા. અને સુકાચારાનું ૭૨૦૦ થી ૭૪૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.
(૫) જીએચબી ૧૨૩૧ (સાવજ શકિત):
કુતુલ તથા અન્ય રોગ તેમજ અગત્યની જીવાતો સામે પ્રતિકારક શક્તિ ઘરાવતી, મોડી (૭૯ થી ૯૦ દિવસે) પાકતી, દાણા મોટા કદના અને આકર્ષક રંગ ઘરાવતી આ જાત ગુજરાત રાજયમાં ૨૦૨૦ થી વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ જાત ખરીફ ઋતુમાં હેકટરે દાણાનું સરેરાશ ૨૬૫૦ થી ૨૮૫૦ કિ.ગ્રા. અને સુકાચારાનું ૭૩૫૦ થી ૭૫૫૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.(ક્રમશઃ)













































