મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ અને રાષ્ટ્રીય રમત દિવસ (National Sprots Day) ના અનુસંધાને કોડીનાર સ્થિત સોમનાથ એકેડેમી ખાતે સ્પોટ્‌ર્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રમતગમતના મહત્વ, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, DLSSના સ્ટાફ અને ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ કરસનભાઈ સોલંકી, સ્કૂલ ડિરેક્ટર કુણાલભાઈ સોલંકી, કેમ્પસ ડિરેક્ટર સંજયભાઈ સોલંકી,DLSS મેનેજર રણજીતભાઈ ડાહીમા, ઈન્ચાર્જ કોચ રીટાબેન ચૌધરી તેમજ સમગ્ર DLSS સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીના રમતપ્રેમ અને સમર્પણમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓએ ‘રમત સાથે વિકાસ’નો સંદેશ સાર્થક કર્યો હતો. અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.