બગસરા એસ.ટી.ડેપોમાં મહિલા કંડકટરને પણ ફરજ મોકૂફીનો ઓર્ડર પકડાવી દેવામાં આવતા પેધી ગયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કંડકટર તરીકે નામ લખેલુ હોવા છતાં પોતાની ફરજમાં બેદરકાર રહેલા કંડકટર કુંજલબેન મોહનભાઈ મારૂને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યું છે કે, સોમવારે બપોરે ૧૩ઃ૪પની ધારી-બગસરા-રાજકોટ એક્સપ્રેસ બસમાં ફરજ સોંપેલ હોવા છતાં ફરજ પર ન આવતા ૧૪ઃ૦૦ કલાકની બસના કંડકટરને આ બસમાં મોકલી આ બસને રદ કરવાની ફરજ પડેલ હતી. એક્સપ્રેસ બસ ૪પ મિનિટ મોડી ઉપડેલ હતી જેથી મુસાફરોની ફરિયાદ ઉઠવા પામેલ અને નિગમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયેલ હતું. જેથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ મહિલા કંડકટર કુંજલબેન મારૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન દરમિયાન ઉના ડેપો ખાતે હાજરી પુરાવવાની રહેશે.આમ, માત્ર એક અઠવાડિયામાં કંડકટર જયેશ મુંધવા, ભરત ભાંગરા અને હવે કુંજલબેન મારૂને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પેધી ગયેલા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.