દીવના વણાકબારાથી માછીમારી માટે નીકળેલી બોટમાંથી ઉના તાલુકાના કાજરડી ગામના ૩૫ વર્ષીય માછીમાર દેવશીભાઈ બાબુભાઈ મકવાણા મધદરિયામાં પડી જતાં લાપતા થયા છે.
૫ દિવસ વીતવા છતાં તેમનો કોઈ પત્તો ન મળતાં પત્ની અને ત્રણ બાળકો સહિત પરિવારજનો ભારે ચિંતામાં મૂકાયા છે.તા. ૧૯ ઓગસ્ટે નીકળેલી ‘IND-DD-02-MM-710’ નંબરની બોટ માઢવાડ સામે ૧૧ નોટિકલ માઈલ દૂર ફિશિંગ કરી રહી હતી.તા. ૨૭ ઓગસ્ટે વહેલી સવારે સાથી ખલાસીઓ જગાડવા ગયા ત્યારે દેવશીભાઈ ગાયબ મળ્યા હતા. બોટમાં ૩ દિવસ સુધી દરિયામાં શોધખોળ કરવા છતાં તેઓ ન મળતાં બોટ કાંઠે પરત ફરી હતી. બોટ માલિકે સરપંચ પ્રતિનિધિ મારફતે પરિવાર તેમજ પોલીસ અને ફિશરીઝ વિભાગને ઘટનાની જાણ કરી હતી.










































