ધોરાજીના શાંતિલાલ ઠેસીયા નામના ૫૨ વર્ષીય પ્રૌઢનો મૃતદેહ ભાદર નદીમાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને તેને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડ્‌યો છે. પ્રૌઢનું મોત આત્મહત્યાના કારણે થયું છે કે પછી કોઈ અન્ય દુર્ઘટના સર્જાઈ છે, તે અંગેનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ બનાવને પગલે ધોરાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઘટના પાછળના સાચા કારણો જાણવા માટે વધુ તપાસ ઝડપી બનાવી છે.