અમરેલી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનાના બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં માનવ સંસાધન (હ્યુમન ઇન્ટેલિજન્સ) અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે સુરતના નાના વરાછા ખાતેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને તેમજ આણંદના તારાપુર ખાતેથી ૧૮ વર્ષીય મુખ્ય આરોપી સાગરભાઈ વિપુલભાઈ નાથાણી (રહે. આંબરડી, તા. લાઠી) ને રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી અર્થે દામનગર પોલીસને સોંપ્યા છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી પંથકમાં પ્રશંસા થઈ રહી છે.








































