રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૩૦મી જન્મજયંતિ નિમિત્તે બગસરા શિવાગ્રુપ દ્વારા સાહિત્યકાર અને લોકગાયક પ્રદીપદાન ગઢવીને મેઘાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બગસરા નાગરિક મંડળીના અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમનું આયોજન શિવાગ્રુપના પ્રમુખ નિતેશ ડોડીયાએ કર્યું હતું.કાર્યક્રમની શરૂઆત બગસરા રામાયણિક અને મેઘાણી સાહિત્ય વર્તુળના પ્રમુખ ચંદ્રહાસભાઈ બસિયાના પ્રારંભિક પ્રવચનથી થઈ હતી. પ્રસંગોચિત પ્રવચન બગસરા મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાએ કર્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયા, પ્રદીપ ભાખર, રમેશભાઈ સુવાગિયા સહિત લોકસાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નિતેશ ડોડીયાએ અને આભારવિધિ ડી.જી. મહેતાએ કરી હતી.









































