અમરેલીના પનોતા પુત્ર તથા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના જન્મ દિવસ પર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કર્યા હતા. આ પ્રસંગે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, અમરેલીના ધરતી પર જન્મીને ડો. જીવરાજ મહેતાએ સમગ્ર ગુજરાતને વિકાસની નવી દિશા આપેલું. તેમનું દુરંદેશી વિચાર અને જનસેવાની ભાવના આજે પણ પ્રેરણારૂપ છે. આઝાદીના સંગ્રામમાં અને નવા ગુજરાતના નિર્માણ માટે તેમની ભુમિકા ખૂબ મહત્વનું રહ્યું હતું.પુષ્પાંજલિ સમયે અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, જયંતિભાઈ પાનસુરીયા, ડેની રામાણી, મુકુંદ મહેતા, ઋજુલ ગોંડલીયા, સંજય રામાણી, રવિન્દ્ર ચોડવડીયા અને રમેશ શીંગાળા ઉપસ્થિત રહ્યા હતા.