ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ ઉજવણી-૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ, અમરેલી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત સંભાષણ વિશે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થિનીઓએ સંસ્કૃત સુભાષિતોનું સમૂહગાન કરવા સાથે ધ્યેય વાક્યોનો પરિચય મેળવ્યો હતો. આ ઉપરાંત સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા તથા સંસ્કૃત સાહિત્યના પ્રશ્નોની મૌખિક ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ કાલેજના સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડા. એમ.જે. પટોળિયાના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. વિલાસબેન સોરઠિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. શ્લોકગાન સ્પર્ધામાં મુંગલપરા રોમાન્સી તથા ગોંડલીયા ધ્રુવી પ્રથમ સ્થાને, મારૂ ભક્તિ દ્વિતીય સ્થાને અને બતાડા ભારતી તૃતીય સ્થાને રહ્યા હતા. આ સ્પર્ધામાં ડા. એમ.જે. પટોળિયા અને પ્રા. ડી.એચ. ગજેરાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.










































