રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતો રાજુલાના માંડળ ગામનો યુવક પેરોલ પર મુક્ત થયો હતો. પેરોલ પૂરા થયા બાદ હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. સુરેશભાઇ ઉર્ફે સુરો બાલાભાઇ રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશાનુસાર તા. ૦૮/૦૫/૨૦૨૬થી ૭ દિવસની પેરોલ રજા પર જેલમુક્ત થયો હતો.
જે બાદ ૧૬/૦૫/૨૦૨૬ ના રોજ જેલે હાજર થવાનું હતું પરંતુ જેલ પર હાજર ન થતા બારોબાર ફરાર થઈ ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ કે પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.