ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા આયોજિત સ્ટેમ ક્વિઝમાં સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી આરબ કામિલે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો. આ બદલ આરબ કામિલને સેમસંગ કંપનીનું ટેબલેટ ભેટરૂપે એનાયત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ક્વિઝના કન્વીનર હરેશભાઈ ગુજરાતી અને સાવજ નીતિનભાઈ દ્વારા માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની આ સિધ્ધિ બદલ નૂતન કેળવણી મંડળનાં પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જીતુભાઈ ભટ્ટએ આરબ કામિલને અભિનંદન પાઠવ્યા હતા.