લાઠીમાં સંત શિરોમણી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ લાઠીના સ્વામિનારાયણ મંદિરથી પવિત્ર માટીના કળશ સાથે કરવામાં આવ્યો હતો. કળશમાં કાશી સ્થિત સંત રવિદાસજી મહારાજના જન્મસ્થળ ગોવર્ધનપુરની પવિત્ર માટી લાવવામાં આવી હતી અને તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, શહેર ભાજપના ધર્મેશભાઈ સોની, શહેર મહામંત્રી પ્રકાશભાઈ મેર, શહેર પ્રભારી ઘનશ્યામભાઈ સાવલિયા, નગરપાલિકા પ્રમુખ, ચેરમેન કિસાન મોરચાના જિલ્લા આગેવાન તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દકુભાઈ પડસાલા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.