ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિવૃત્ત પોલીસકર્મી વજેશંકરભાઈ ચાવડાગોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, વક્તવ્ય અને વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, શૌર્ય, એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ.પૂ. સંત ડા. રતિદાદાએ વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. ડાયરેક્ટર શીતલબેનએ વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે ભારત ભૂષણ મહેશભાઈ, સ્કુલના આચાર્ય, સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી.










































