જ્યારે બધાનું ધ્યાન શ્રીલંકામાં ૧૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી પર કેન્દ્રિત છે, ત્યારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન કુસલ મેÂન્ડસને શાળાના દિવસોમાં કોચિંગ આપનારા કોચ સુમિત ફર્નાન્ડોનું ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ સાથે થયેલા ઝઘડા બાદ મૃત્યુ થયું. ૮ ઓગસ્ટના રોજ, કોલંબોમાં એક ક્રિકેટ મેચ દરમિયાન, બે ખેલાડીઓ પીવાના પાણીને લઈને અથડાયા હતા. સુમિત ફર્નાન્ડો આ ઝઘડામાં સામેલ થયો અને તેના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો. હોÂસ્પટલમાં દાખલ થવા છતાં, તેને બચાવી શકાયો નહીં.સુત્રો અનુસાર, કોલંબોમાં એક ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ સાથે ઝઘડા બાદ મૃત્યુ પામેલા ૬૨ વર્ષીય કોચ સુમિત ફર્નાન્ડોના મૃત્યુના સંદર્ભમાં ૧૦ ઓગસ્ટના રોજ પોલીસે ૧૭ વર્ષના ખેલાડીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ૧૧ ઓગસ્ટના રોજ કોલંબોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ૧૭ ઓગસ્ટ સુધી કિશોર અટકાયત કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ૮ ઓગસ્ટના રોજ કોલંબોમાં એક ક્રિકેટ મેચ દરમિયાન, પાણી પીવાના પાણીને લઈને બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. કોચ સુમિત ફર્નાન્ડો આ ઝઘડામાં સામેલ થયો હતો અને તેના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ૧૧ ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.સુમિત ફર્નાન્ડો મોરાટુવામાં પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજમાં ભૂતપૂર્વ ક્રિકેટ કોચ હતા, જ્યાં તેમણે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુસલ મેÂન્ડસ સહિત ઘણા ખેલાડીઓને તેમની શરૂઆતની ક્રિકેટ કારકિર્દીમાં તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કોચિંગ ઉપરાંત, ફર્નાન્ડોએ પિચ ક્્યુરેટર તરીકે પણ સેવા આપી હતી. સુમિત ફર્નાન્ડોના અંતિમ સંસ્કાર ૧૩ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યા હતા. પોલીસ આ ઘટનામાં સામેલ અન્ય ખેલાડીઓની પણ પૂછપરછ કરી રહી છે.












































