અમરેલીમાં ૧૫ ઓગસ્ટના રોજ યોજાનાર ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને મુખ્ય પરેડ ગ્રાઉન્ડ સહિતના સ્થળોએ પ્રથમ રિહર્સલ યોજાયું હતું. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના અધિકારીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ સુરક્ષા, ટ્રાફિક, બેઠક અને મલ્ટીમીડિયા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. રિહર્સલમાં પોલીસ પરેડ, મહિલા રાયફલ ડ્રીલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડોગ-શો, માઉન્ટેડ અશ્વ-શો અને ટેન્ટ પેગીંગનો સમાવેશ થયો હતો. સાંજે યોજાનારા મલ્ટીમીડિયા કાર્યક્રમ અને ‘એટ હોમ’નું પણ રિહર્સલ કરાયું હતું. ૧૩ ઓગસ્ટની તિરંગા યાત્રા અને રંગ કસુંબલ લોકડાયરાની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે.








































