ધારી કોર્ટ પાસે પ્રૌઢને આડેધડ ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. બનાવ અંગે ચલાલામાં રહેતા
આભાર – નિહારીકા રવિયા બાવભાઇ વાલાભાઇ રાઠોડ (ઉ.વ.૮૦)એ હાર્દીકભાઇ નારણભાઇ ખેતરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ કુટુંબી કેસની મુદતે ધારી કોર્ટમાં આવ્યા હતા. મુદત પુરી કર્યા બાદ કોર્ટ બહાર આવેલી ચા-પાણીની દુકાન પાસે ઉભા હતા ત્યારે આરોપીએ તેમને ગાળો આપી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ જે.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.