દામનગરના છભાડીયા ગામની સીમમાં રિસાયને આવેલી પરિણીતાને આશરો આપવા મુદ્દે ધમકી આપી હતી. મૂળ સરકારી પીપળવા ગામના અને હાલ છભાડીયા ગામની સીમમાં વાડીએ રહેતા અજયભાઇ રવજીભાઇ ચારોલીયા (ઉ.વ.૨૧)એ સંજય સુરાભાઇ વાઘેલા (રહે. ગઢડા) તથા જસદણમાં રહેતા રોહીત કવુભાઇ સાડમીયા, ડીગરી કાનાભાઇ અને જીગાભાઇ વસાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના સસરા કાદાભાઇ બહાદુરભાઇ વાઘેલા (રહે. ઢસા)એ રોહીત સાડમીયાની પત્ની સોનલબેન રિસાયને આવ્યા હતા ત્યારે બે-ત્રણ દિવસ પોતાના ઘરે સાચવ્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી ચારેય આરોપીઓ બે અલગ-અલગ મોટરસાયકલ લઇને છભાડીયા ગામે તેમણે ભાગી વાવવા રાખેલ વાડીએ આવી મૂંઢ માર માર્યો હતો. તેમજ તેની પત્નીને પણ લોખંડના પાઇપનો એક ઘા માથામાં મારી પાંચ-છ ટાંકાની ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ ઢીંકાપાટુ વડે માર મારી મૂંઢ ઇજા પહોંચાડી હતી તેમજ તેની પત્નીને ગાળો આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.