રાજુલાના દેવકા ગામની સગીરાનું તેના જ ગામના યુવક દ્વારા બદકામના ઈરાદે અપહરણ કરાયું હતું. સગીરાના પિતાએ દેવકા નવા ગામના સાગરભાઇ લખમણભાઇ વાવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગીર વયની દીકરી અભ્યાસ અર્થે ગઈ હતી ત્યારે આરોપી તેને બદકામ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.








































