સુપ્રીમ કોર્ટે હાલમાં જાધપુરમાં સગીર છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુના સ્વાસ્થ્યને કારણે વચગાળાના જામીન પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની અરજી પેન્ડીંગ રાખતા કહ્યું કે જો તેમની તબિયત વધુ ખરાબ થાય તો તેઓ ફરીથી અરજી કરી શકે છે.
રાજસ્થાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપ લગાવ્યો હતો કે આસારામે સુપ્રીમ કોર્ટમાં પોતાના વચગાળાના જામીનની હકીકત છુપાવી હતી જ્યારે હાઈકોર્ટમાંથી ૨૦ દિવસના પેરોલની માંગ કરી હતી. આસારામ હાલમાં હાઈકોર્ટમાંથી ૨૦ દિવસના પેરોલ પર છે.
વચગાળાના જામીન અરજી પરની અગાઉની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આસારામ બાપુની જામીન અરજી પર નિર્ણય લેવા માટે છૈંંસ્જી પાસેથી વિગતવાર મેડિકલ રિપોર્ટ માંગ્યો હતો.એમ્સએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આસારામને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, પરંતુ તેમના સ્વાસ્થ્ય પર ૨૪ કલાક દેખરેખ રાખવી જાઈએ.
સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે એમ્સની એક મેડિકલ ટીમે અભિપ્રાય આપ્યો હતો કે આસારામને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, પરંતુ તેમને ૨૪ કલાક તબીબી સંભાળની જરૂર છે. આ દલીલ જસ્ટીસ એમએમ સુંદરેશ અને પીબી વરાલેની બેન્ચ સમક્ષ આસારામની તબીબી કારણોસર વચગાળાના જામીન માંગતી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
રાજસ્થાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા એક વકીલે કહ્યું, “એઈમ્સ રિપોર્ટ કહે છે કે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી.” તેમણે વધુમાં કહ્યું, “આસારામને બધી તબીબી સુવિધાઓ મળી રહી છે.”
આસારામનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું કે રિપોર્ટને સંપૂર્ણ રીતે વાંચવો જોઈએ. ૨૧ જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે એઈમ્સને આસારામની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક મેડિકલ બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો.
૨૭ મેના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે ૨૦૧૩ ના સગીર બળાત્કાર કેસમાં આસારામને ફટકારવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને સમર્થન આપ્યું. ૩૦ જૂનના રોજ, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને પડકારતી આસારામની અરજી પર રાજસ્થાન સરકાર પાસેથી જવાબ માંગ્યો.