“સ્વચ્છતા, યોગ્ય આહાર અને સમયસર નિદાન કૃમિ સંક્રમણથી બચાવની ત્રણ મહત્વપૂર્ણ ચાવીઓ છે.”
આંતરડામાં રહેતા પરોપજીવી કૃમિઓને સામાન્ય ભાષામાં “કરમિયા” અથવા “કૃમિ” તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, પરંતુ પુખ્ત વયના લોકો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. રાઉન્ડવર્મ, હૂકવર્મ, વ્હીપવર્મ અને પિનવર્મ જેવા વિવિધ પ્રકારના કૃમિ માનવ શરીરમાં સંક્રમણ કરી શકે છે. ઘણા હળવા સંક્રમણોમાં કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી, જ્યારે વધુ પ્રમાણમાં કૃમિ હોય ત્યારે પેટમાં દુખાવો, ભૂખમાં ફેરફાર, ઝાડા, નબળાઈ, કુપોષણ અને કેટલીક પરિસ્થિતિમાં એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કૃમિ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે?
દૂષિત માટી, અશુધ્ધ પાણી, યોગ્ય રીતે ન ધોયેલા ફળ-શાકભાજી, ગંદા હાથ અને અસ્વચ્છ ખોરાક કૃમિના ઈંડા શરીરમાં પ્રવેશવાનું કારણ બની શકે છે. બાળકોમાં હાથ મોઢામાં નાખવાની ટેવને કારણે સંક્રમણનું જોખમ વધે છે. કેટલાક કૃમિના લાર્વા દૂષિત માટી પર ખુલ્લા પગે ચાલવાથી પણ શરીરમાં પ્રવેશી શકે છે.
મુખ્ય લક્ષણો
કૃમિ સંક્રમણના લક્ષણો વ્યક્તિ અને કૃમિના પ્રકાર પ્રમાણે અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે નીચેના લક્ષણો જોવા મળી શકે છેઃ
– પેટમાં દુખાવો અથવા અસ્વસ્થતા
– ભૂખમાં ઘટાડો અથવા ક્યારેક અસામાન્ય ભૂખ
– ઉબકા અને ક્યારેક ઊલટી
– ઝાડા અથવા પાચનની તકલીફ
– વજનમાં ઘટાડો અથવા બાળકોમાં યોગ્ય વૃધ્ધિ ન થવી
– નબળાઈ અને થાક
– હૂકવર્મના સંક્રમણમાં આયર્ન-ડેફિશિયન્સી એનિમિયા
– મળમાં કૃમિ દેખાવા
– પિનવર્મમાં ખાસ કરીને રાત્રે ગુદાની આસપાસ ખંજવાળ અને ઊંઘમાં ખલેલ
પિનવર્મમાં રાત્રિના સમયે ગુદાની આસપાસ થતી ખંજવાળ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે.
નિદાન કેમ જરૂરી છે?
દરેક પેટની તકલીફને માત્ર “કૃમિ” માની લેવી યોગ્ય નથી. લક્ષણો અનુસાર તબીબી તપાસ, સ્ટૂલ ટેસ્ટ અથવા પિનવર્મ માટે યોગ્ય ટેસ્ટની જરૂર પડી શકે છે. ભારે સંક્રમણમાં ક્યારેક આંતરડામાં અવરોધ જેવી ગંભીર જટિલતા પણ થઈ શકે છે, તેથી સતત પેટમાં દુખાવો, વારંવાર ઊલટી, લોહીની ઉણપ, વજનમાં નોંધપાત્ર ઘટાડો અથવા બાળકની વૃધ્ધિ અટકતી જણાય તો તબીબી સલાહ લેવી જરૂરી છે.
હોમિયોપેથીનો અભિગમ
હોમિયોપેથીમાં દર્દીના માત્ર
“કૃમિ”ના નિદાનને બદલે વ્યક્તિના સંપૂર્ણ લક્ષણચિત્ર, શારીરિક લક્ષણો, ભૂખ-તરસ, પાચનક્રિયા, ઊંઘ, સ્વભાવ અને અન્ય વિશિષ્ટ લક્ષણોને ધ્યાનમાં રાખીને દવાની પસંદગી કરવામાં આવે છે.
પરંપરાગત હોમિયોપેથિક સાહિત્યમાં કૃમિ સંબંધિત લક્ષણોમાં નીચેની દવાઓનો ઉલ્લેખ જોવા મળે છેઃ
sanjogpurti@gmail.com