મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝન માટેની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ખેલાડીઓની જાળવણી અને રિલીઝથી લઈને હરાજી સુધી, ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ, બીસીસીઆઇએ પાંચ ડબ્લ્યુપીએલ ફ્રેન્ચાઇઝીઓને સીઝન ૫ ની હરાજી માટેની તારીખ અને સ્થળ વિશે માહિતી આપી. ખેલાડીઓની હરાજી ૨૮ ઓક્ટોબરે કોચીમાં યોજાશે.ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઇએ પાંચેય ટીમો સાથે હરાજી અંગેની માહિતી ઔપચારિક રીતે શેર કરી હતી. ફ્રેન્ચાઇઝીઓ પાસે હવે તેમની ટીમમાં ફેરફાર કરવા માટે ઓછો સમય છે. બધી ટીમોએ ૨૮ સપ્ટેમ્બર સુધીમાં તેમના ખેલાડીઓની રીટેન્શન અને રિલીઝ અંગે નિર્ણય લેવો પડશે. અગાઉ, ઇન્નડિયન પ્રીમિયર લીગની હરાજી અંગે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા.
ડબ્લ્યુપીએલ ટીમમાં મહત્તમ ૧૮ ખેલાડીઓ હોઈ શકે છે, જેમાં મહત્તમ છ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. વર્તમાન ચક્ર માટે ટીમો માટે પગાર મર્યાદા ૧૫ કરોડ નક્કી કરવામાં આવી છે. તેથી, બધી ફ્રેન્ચાઇઝીઓ હરાજી પહેલાં ખેલાડીઓની રિલીઝ અને રિટેન્શન અંગેના નિર્ણયો પર નજીકથી નજર રાખશે. હરાજીની તારીખ જાહેર થતાં, આગામી સીઝન માટે સ્થળો અંગેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. આગામી સીઝન માટે મુંબઈ અને વડોદરાને સ્થળ તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. ડબ્લ્યુપીએલની આગામી સીઝન ગયા વર્ષની જેમ જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની ધારણા છે.
વારાણસીમાં કેટલીક મેચો યોજાવાની ચર્ચા થઈ હતી, પરંતુ હાલમાં આ અશક્ય માનવામાં આવે છે. શહેરમાં એક નવું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે, અને ડબ્લ્યુપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ માટે મેચો યોજતા પહેલા, સ્થાનિક ક્રિકેટ મેચો દ્વારા મેદાનની તૈયારીનું પરીક્ષણ કરવાની જરૂર પડશે.ડબ્લ્યુપીએલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, વારાણસીમાં મેચો યોજવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્ટેડિયમની તૈયારી પર આધાર રાખશે. વર્તમાન પરિસ્થિતિમાં, ત્યાં લીગ મેચો યોજાવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ગયા સીઝનની જેમ, મુંબઈનું સીસીઆઇ અને વડોદરાનું કોટંબી સ્ટેડિયમ આગામી સીઝન માટે મુખ્ય સ્થળો હશે. સીઝન ૪ ની મેચો પણ આ બે સ્થળોએ રમાઈ હતી, અને ફાઇનલ ૫ ફેબ્રુઆરીએ વડોદરામાં યોજાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્તમાન ડબ્લ્યુપીએલ ચેÂમ્પયન છે. હવે, બધી ટીમો ૨૮ ઓક્ટોબરે હરાજી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં આગામી સીઝન માટે તેમની ટીમોને મજબૂત કરવાના પ્રયાસો જાવા મળશે.