અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શનમાં જિલ્લાની સહકારી સંસ્થાઓના ૪૧ મંત્રી/ મેનેજર, ડાયરેક્ટર અને કર્મચારીઓને ૩ દિવસીય ઇફકોની ફર્ટિલાઇઝર માર્કેટિંગ અને મેનેજમેન્ટ ટેકનોલોજીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં આ ત્રણ દિવસીય પ્રશિક્ષણ તાલીમનો પ્રારંભ કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ડી.જી. એમ ડા. આર. પી એસ. યાદવ, ડી. જી. એમ. સસ્મિતા બીરાબર, સંઘના ડાયરેક્ટર જીગ્નેશભાઈ રામાણી, સુનિલભાઈ સંઘાણી, અમર ડેરીના ડાયરેક્ટર કમલેશભાઈ સંઘાણી સિનિયર મેનેજર ખોજાભાઇ, સંઘના એજ્યુકેટિવ ભાર્ગવ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.






































