૭૦મી એસ.જી.એફ.આઈ. રમતોત્સવ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં જે. વી. મોદી હાઇસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. અંડર-૧૭ કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં શાળાની ટીમે ફાઇનલમાં પહોંચીને રનર-અપ સ્થાન મેળવ્યું હતું. ચૌહાણ આયુષ્માને ૧૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. મેર ધ્રુવની કબડ્ડી અને ચૌહાણ આયુષ્માનની ખો-ખો માટે જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે. ઇન્ચાર્જ આચાર્ય જીતુભાઈ ભટ્ટ તેમજ નૂતન કેળવણી મંડળના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી. કોચ નીતિનભાઈ સાવજેએ માર્ગદર્શન આપ્યું હતું.




































