સમગ્ર રાજ્ય સાથે અમરેલી જિલ્લામાં પણ માનવ વસાહતો તરફ દીપડાઓના વિચરણની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજુલા શહેરના આગરીયા જકાતનાકા વિસ્તારમાં આવેલા સન્યાસ આશ્રમમાં મોડી રાત્રે એક દીપડો ઘૂસી આવ્યો હતો અને મંદિર પરિસરમાં ફરતો જોવા મળ્યો હતો.શિકારની શોધમાં પહોંચેલા દીપડાની આ સમગ્ર હિલચાલ સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વાયરલ વીડિયોથી સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં જ રાજુલા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને દીપડાને પાંજરે પૂરવા તજવીજ શરૂ કરી છે.







































