ફોર્મ તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધીમાં જમા કરવવાનું રહેશે
પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત અમરેલી તાલુકાના ચક્કરગઢ, મોટા માંડવડા, સાંગાડેરી અને વરસડા પ્રાથમિક શાળાના કેન્દ્રો ખાતે માનદ વેતનથી રસોઈયાની આવશ્યકતા હોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા પાત્ર ઉમેદવારોએ રાજમહેલ કેમ્પસ સ્થિત તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. ઉમેદવારોએ જરૂરી વિગતો અને આધાર-પુરાવાઓ સાથેનું ફોર્મ તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધીમાં મામલતદાર કચેરીની ટપાલ શાખામાં જમા કરાવવાનું રહેશે.જાહેર રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન આ ફોર્મ સ્વીકારવામાં આવશે. વધુ વિગતો માટે મામલતદાર કચેરી (ગ્રામ્ય), અમરેલીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.