ભારે વરસાદને પગલે દમણગંગા નદીમાં અંદાજે ૩ લાખ ક્્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નદીના પ્રચંડ પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતાં અનેક સ્થળોએ જનજીવન પ્રભાવિત બન્યું.પૂરના પાણી વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં ઘૂસી જતાં અનેક ફેક્ટરીઓ અને ઉદ્યોગોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખાસ કરીને રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં પાણી ભરાઈ જતાં ઉત્પાદન કામગીરી ઠપ થઈ ગઈ છે.રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબના અંદાજે ૯૦ જેટલા ઔદ્યોગિક શેડમાં ૧૦ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં મશીનરી, કાચો માલ અને તૈયાર માલને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પૂરથી થયેલા ભારે આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સમક્ષ વિશેષ રાહત પેકેજ અને નુકસાનીના વળતરની માંગ કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે સરકાર તરફથી તાત્કાલિક સહાય મળશે તો ઉદ્યોગો ફરી શરૂ કરવામાં સરળતા રહેશે.









































