લાઠી તાલુકાના તાજપર ગામમાં પીવાના પાણીની સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારે રૂ. ૨૫.૩૨ લાખના ખર્ચે ૧ લાખ લીટર ક્ષમતાવાળી ઊંચી પાણીની ટાંકી મંજૂર કરી છે. વધતી વસતિ અને જરૂરિયાતને ધ્યાને રાખીને ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ કરેલી અસરકારક રજૂઆતોને સફળતા મળી છે.આ યોજનાથી ગામમાં પાણીના સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં મોટો સુધારો થશે, જેથી ઉનાળામાં પાણીની અછતમાંથી રાહત મળશે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામીણ ક્ષેત્રોમાં પાયાની સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે અને લાઠી-બાબરા વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.ગામના સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનોએ આ વિકાસકાર્ય બદલ સરકાર તથા ધારાસભ્યનો આભાર માન્યો હતો. આ યોજના ઝડપથી પૂર્ણ થઈ શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી ગ્રામજનોએ હર્ષ લાગણી અનુભવી હતી.









































