ગાંધીનગર ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપÂસ્થત રહ્યા હતા. આ ઉપરાંત, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપÂસ્થતિએ આ સમારોહની ગરિમા વધારી હતી.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવનિયુક્ત યુવા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સતત શીખવાની વૃત્તિ હોવી જરૂરી છે. તેમણે સૂર્યનું ઉદાહરણ આપતા ખૂબ જ સુંદર વાત કરી કે, જેમ સૂર્ય પાણી ખેંચીને પાછું પૃથ્વીને ફળદ્રુપ બનાવવા માટે આપે છે.તે જ રીતે રાજ્ય વેરા વિભાગનું કાર્ય પણ પ્રજાના હિત અને રાજ્યના વિકાસ માટે સમર્પિત હોવું જાઈએ. તેમણે તમામ ઉમેદવારોને પ્રમાણિકતાથી સાચું અને સારું કામ કરવા માટે શુભકાભનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના લાક્ષણિક અંદાજમાં ઉમેદવારો અને અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે નિમણૂંક પત્ર મેળવતી વખતે ઉમેદવારો જાર-જારથી તાલીઓ પાડી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં તમારું કામ અને વહીવટી કુશળતા એવી હોવી જાઈએ કે આખું ગુજરાત તમારા ઉત્કૃષ્ટ કાર્યોથી તાલીઓ પાડે.સામાન્ય રીતે સરકારી ખાતાઓમાં ફાઈલો ઝડપથી આગળ વધતી હોય છે, પરંતુ નાણા વિભાગની ફાઈલોમાં વિશેષ કાળજી રાખવાની હોય છે જેથી નાણાકીય શિસ્ત જળવાઈ રહે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણે વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ રાજ્યમાં મોટા પાયે રોકાણો આકર્ષિત કરીએ છીએ, ત્યારે રોકાણકારોને કે ઉદ્યોગોને ક્યારેય પણ કોઈપણ વિભાગના કારણે અડચણ ઊભી ન થાય તેવી પારદર્શક અને ઝડપી વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. આ ૩૨૦ નવા રાજ્ય વેરા નિરીક્ષકોના જાડાવાથી રાજ્યની કરવેરા વસૂલાત પ્રક્રિયા વધુ સક્ષમ બનશે અને ગુજરાતના આર્થિક વિકાસને નવી ગતિ મળશે તેવો દ્રઢ વિશ્વાસ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.








































