વાપી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા લેઉઆ પટેલ સમાજ વાડી ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભÂક્તમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો અને ખાસ કરીને મહિલાઓ પોતાના ઘરે પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર કરેલી વિવિધ પ્રકારની વાનગીઓ લઈને મંદિરે પહોંચ્યા હતા. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ચરણોમાં અન્નકૂટ રૂપે આ પ્રસાદ અર્પણ કરવામાં આવતા અનોખો આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.મંદિરમાં સવારે અંદાજે ૧૦ વાગ્યાથી અન્નકૂટ અર્પણની શરૂઆત થઈ હતી. મહિલાઓ પોતાના ઘરે બનાવેલી મીઠાઈ, ફરસાણ, શાક, પૂરી, ભાત, વિવિધ મિષ્ઠાન્ન, ફળો અને અનેક પરંપરાગત વાનગીઓ ભગવાનને અર્પણ કરવા માટે લઈને આવી હતી. દરેક ભક્તે પોતાની ભાવના અને શ્રદ્ધા સાથે તૈયાર કરેલા ભોગને ભગવાન સમક્ષ ધરાવી ધન્યતા અનુભવી હતી.મંદિરના સંચાલકોના જણાવ્યા મુજબ આ વર્ષે અંદાજિત ૩,૫૦૦થી પણ વધુ વિવિધ પ્રકારની વાનગીઓ અને વ્યંજનો ભગવાન જગન્નાથ સમક્ષ અર્પણ કરવામાં આવ્યા હતા. ભગવાન સમક્ષ ગોઠવાયેલા વિશાળ રસથાળે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મીઠાઈઓથી લઈને પરંપરાગત ગુજરાતી, રાજસ્થાની, દક્ષિણ ભારતીય તેમજ અન્ય અનેક પ્રકારની વાનગીઓના દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મંદિર સંચાલનના જણાવ્યા મુજબ ગત વર્ષે અંદાજે અઢી હજારથી વધુ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે ભક્તોના ઉત્સાહ અને સહભાગિતામાં નોંધપાત્ર વધારો જાવા મળ્યો હતો. તેના પરિણામે અંદાજિત સાડા ત્રણ હજારથી વધુ વ્યંજનો ભગવાન સમક્ષ ધરાવવામાં આવ્યા હતા. ભÂક્ત અને સેવાની ભાવનાથી જાડાયેલા આ આયોજનમાં દર વર્ષે ભક્તોની સંખ્યા અને ભાગીદારી સતત વધી રહી હોવાનું પણ સંચાલકોએ જણાવ્યું હતું.અન્નકૂટ દર્શન બાદ બપોરના સમયે ભગવાનની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાડાયા હતા. મંદિર પરિસર હરિનામ સંકીર્તન, ભજન અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથના દિવ્ય દર્શન અને અન્નકૂટના રસથાળના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જાવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા અને ભક્તિનો અનોખો સંગમ જાવા મળ્યો હતો.
આ આયોજનમાં મહિલાઓની વિશેષ ભાગીદારી જાવા મળી હતી. અનેક મહિલાઓએ પોતાના ઘરે તૈયાર કરેલી વાનગીઓ ભગવાનને અર્પણ કરવા માટે ખાસ મહેનત કરી હતી. કોઈએ મીઠાઈ તૈયાર કરી હતી તો કોઈએ પરંપરાગત ભોજન, ફરસાણ અથવા અન્ય વિશેષ પ્રસાદ બનાવ્યો હતો. ભગવાન પ્રત્યેની ભક્તિ અને સેવા ભાવનાના કારણે દરેક વાનગી પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવી હતી, જે અન્નકૂટ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.દિવસભર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લઈને ભગવાન જગન્નાથના અન્નકૂટના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. રસથાળમાં ગોઠવાયેલી હજારો વાનગીઓના દર્શનથી ભક્તો ભાવવિભોર બન્યા હતા. પરિવાર સાથે આવેલા ભક્તોએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી અને સુખ, સમૃદ્ધિ તથા વિશ્વકલ્યાણની કામના વ્યક્ત કરી હતી.








































