અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૩૮૯ બોટલ દારૂ ઝડપાયો હતો. અમરેલીમાં નાગરિક બેંક સામેથી ૩૮૪ બોટલ અને ધારાબંદર ગામેથી ૫ બોટલ પકડાઈ હતી. અમરેલી નાગરિક બેંક સામેથી ફોર વ્હીલ લઈને એક યુવક નીકળતાં અટકાવી તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૩૮૪ બોટલ મળી હતી. પોલીસે કાર, દારૂની બોટલ મળી કુલ રૂ. ૩,૦૪,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધારાબંદર ગામેથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫ બોટલ મળી આવી હતી. જિલ્લામાં ૩૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. અમરેલી સાવરકુંડલા રોડ હીરાનગરમાંથી દેશી દારૂ બનાવવાનો ૮૦ લીટર આથો પકડાયો હતો. આ સિવાય જિલ્લામાંથી ૧૭ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.






































