સાવરકુંડલામાંથી પોલીસે ૪ જુગારી ઝડપી પાડ્‌યા હતા. ધીરૂભાઇ કાનજીભાઇ પરમાર, અશ્વિનભાઇ છગનભાઇ વાઘેલા, ગૌતમભાઇ નાનજીભાઇ ગેડીયા તથા વિશાલભાઇ કિશોરભાઇ કાનજીયા જાહેરમાં ગંજીફાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા રમતા રોકડા રૂ. ૧૦,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.