બાબરાના મીયા ખીજડીયા ગામે એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. કરશનભાઇ હમીરભાઇ કનાળા (ઉ.વ. ૫૫)એ જાહેર કર્યા મુજબ, તેમના દીકરા સંજયભાઈએ કોઇ અગમ્ય કારણસર પોતાના ઘર બહાર શેરીમાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં યુવકની તબિયત લથડી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.સી.સોલંકી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.







































