રાજુલા પંથકમાં સગીરા સાથે શરીર સંબંધ બાંધી એક વર્ષ સુધી શોષણ કરવામાં આવ્યું હતું. સગીરાની માતાએ રાજુલાના રાજપરડા ગામે રહેતા મહેશ ઉર્ફે મેંદો દેવશીભાઇ ગોઠડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. કાતર કોટડી ગામે વાડીમાં પતરાવાળી ઓરડીમાં ત્રણ વાર શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ છેલ્લા એકાદ વર્ષથી તેમના ઘરની પછવાડે પણ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.