સાવરકુંડલામાં સૂર્યોદય પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતમાં એક યુવક ઘાયલ થયો હતો. આ બનાવ અંગે ઓળિયા ગામના યુવકે ફોરવ્હીલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. કિશનભાઇ ખોડાભાઇ મકવાણા (ઉ.વ.૨૮)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની બાઈક લઈને પોતાના ગામેથી સાવરકુંડલા આવી રહ્યા હતા. તે દરમિયાન સાવરકુંડલા ગેટ પાસે સૂર્યોદય પેટ્રોલ પંપ નજીક પહોંચતા સામેથી આવેલા એક ફોરવ્હીલરના ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમને ઈજા થઈ હતી.સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.