ખાંભાના બોરાળા ગામે ખેડૂતને કુહાડી લઈ મારવા દોડી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે માયાભાઈ ખોડાભાઈ ભમ્મર (ઉ.વ.૫૦)એ રામભાઈ હમીરભાઈ ભુવા, કાળુભાઈ ભોળાભાઈ ભુવા તથા બાવભાઈ કાળુભાઈ ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ધાર વિસ્તારમાં આવેલી ખેતીની જમીનના પાળે કામ કરતા હતા તે દરમ્યાન પાળા ઉપરથી જમીનમાં પથ્થરો ગયા હતા. જેથી સારૂં ન લાગતા છુટા પથ્થરો શરીરે માર્યા હતા. તેમજ મોબાઇલ ફોનમાં નુકસાન કર્યું હતું. ઉપરાંત કુહાડી લઇ તેમની માલીકિની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી તમામે જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































