કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા હડાળા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આચાર્ય ડા. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં ૭૦થી વધુ ખેડૂતો જોડાયા હતા. તાલીમ દરમિયાન ડા. કે. વી. મશાલીયા, બી. ડી. મકવાણા, આર. એચ. વઘાસિયા, ખેતી અધિકારી એચ. વી. વળિયા, જે. બી. પરમાર અને ખેતી મદદનીશ એસ. એ. બારડ દ્વારા બીજામૃત,
જીવામૃત, ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન તેમજ બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવા પ્રાકૃતિક ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી. મિશ્રપાક પધ્ધતિના ફાયદા, જમીનની ફળદ્રુપતા જાળવવા, જીવાત નિયંત્રણ, ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. અંતે ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણમૈત્રી અને ખર્ચ અસરકારક ખેતી તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી.











































