અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. લાઠીમાં દ્વારકાધીશ હોટલ પાસેથી પોલીસે ટ્રકમાં તાડપત્રીની આડમાં થતી દારૂની ખેપ ઝડપી પાડી હતી. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૩ પેટીઓ, જેમાં નાની બોટલો નંગ ૭,૩૪૪ મળી કુલ રૂ. ૧૯,૨૪,૮૦૦નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે દારૂની બોટલો, તાડપત્રી અને મોબાઈલ મળી કુલ રૂ. ૨૬,૩૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ચિત્તલ ગામેથી ફોર વ્હીલ લઈને પસાર થતાં યુવકને અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૨૦ બોટલ મળી આવી હતી. પોલીસે કાર અને દારૂની બોટલો મળી રૂ. ૨,૬૪,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાવરકુંડલાના ગાધકડા ગામે મોમાઇ મંદિર સામે આવેલી ‘ફૈઝ કરિયાણા’ની દુકાનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂની ૧૦૧ બોટલો મળી આવી હતી. પોલીસે ત્યાંથી કુલ રૂ. ૧૬,૬૬૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અમરેલીમાં એક મહિલા પાસેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. આ સિવાય જિલ્લામાં ૧૭ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.