બાબરામાંથી એક સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ કાનો મનુભાઇ કડેવાળ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર દીકરીને લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.
આ અંગે બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































