બગસરા નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ના અસરકારક અમલ માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટરો, સુપરવાઈઝરો, સફાઈ કામદારો તેમજ શહેરીજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન કચરાના વૈજ્ઞાનિક નિકાલ, કચરાના યોગ્ય વર્ગીકરણ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની જવાબદારીઓ તેમજ મોટા કચરો ઉત્પાદકોની ફરજો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને જનપ્રતિનિધિઓની ભૂમિકા અને સફાઈ કર્મચારીઓની કામગીરી અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર કાર્યક્રમનું જીઓ-ટેગ ફોટા, વીડિયો અને હાજરી સાથે સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર (એસએસકે) પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું હતું.